રીગલ ફૂડ્સના સીઈઓ યુનિસ ચૌધરીને MBE

રીગલ ફૂડ્સના સીઈઓ યુનિસ ચૌધરીને MBE

રીગલ ફૂડ્સના સીઈઓ યુનિસ ચૌધરીને MBE

Blog Article

રીગલ ફૂડ પ્રોડક્ટ્સ ગ્રુપ પીએલસીના સીઈઓ, યુનિસ ચૌધરીને બિઝનેસ અને બ્રેડફર્ડના સમુદાયની સેવાઓ માટે નવા વર્ષની ઓનર્સ લિસ્ટમાં MBE એવોર્ડ એનાયત કરાયો છે.

વીસ વર્ષથી યુનિસ ચૌધરીએ બ્રિટિશ બિઝનેસીસ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. યુનિસે યુકેના સૌથી સફળ ફૂડ ગૃપ્સમાંથી એક એવા રીગલ ફૂડ પ્રોડક્ટ્સ ગ્રૂપ પીએલસી (રીગલ બેકરી, રીગલ ફૂડ્સ, યોર્કશાયર બેકિંગ કંપની, જસ્ટ ડેઝર્ટ્સ યોર્કશાયર અને લવ હેન્ડમેડ કેકનું ઘર)ને સૌથી ઉત્તેજક અને પ્રતિષ્ઠિત સાહસિકોમાંનું એક બનાવ્યું છે.

યુનિસ યુકેની અર્થવ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવું, કોમ્યુનિટી સ્પોર્ટિંગ ક્લબને ટેકો આપવો, સ્થાનિક સમુદાયમાં જરૂરિયાતમંદોને ખોરાક આપવો, વિદેશમાં સખાવતી સંસ્થાઓ સાથે કામ કરીને આસપાસના લોકો માટે એક ફરક લાવી રહ્યા છે.

યુનિસ ચૌધરીએ કહ્યું હતું કે “હું માનું છું કે પાછું આપવું એ મારી ફરજ છે, ત્યારે હું આવી માન્યતા બદલ ખરેખર ગૌરવ અનુભવું છું. હું વ્યક્તિગત રીતે મારા માતા-પિતાનો તેમની પ્રાર્થના, આશીર્વાદ અને માર્ગદર્શન માટે તથા મારી પત્ની, બાળકો અને ભાઈઓનો તેમના સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માનું છું.”

બેરોનેસ વારસીએ કહ્યું હતું કે “યુનિસ એક પ્રખ્યાત સખાવતી છે. સ્થાનિક સમુદાયમાં ક્રિકેટ ક્લબ અને યુવા ટીમોને ટેકો આપવાથી માંડીને વિકાસશીલ દેશોમાં સ્વચ્છ પાણીના પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા માટે તેઓ ટેકો આપે છે.”

Report this page